સગીર વાહન ચલાવતાં પકડાય તો માબાપ દંડાશેઃ નીતિન ગડકરી

446

સગીર વયના યુવક-યુવતી વાહન ચલાવતાં અને અકસ્માત કરતાં પકડાય તો હવે પછી એના માબાપને આકરી સજા થશે જેમાં મોટી રકમના દંડ અને જેલનો સમાવેશ થાય છે.

મોટર વ્હીકલ એક્ટમાં સુધારા રૂપે સૂચવાયેલા આ પ્રસ્તાવને લોકસભામાં બહાલી મળી હતી. માર્ગ વાહનવ્યવહાર ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આ જાહેરાત લોકસભામાં કરી હતી. હાલ સ્કૂલમાં ભણતાં બાળકો ટુ વ્હીલર અને ક્યારેક ફોર વ્હીલર લઇને સડક પર નીકળતા હોવાની ઘટના લગભગ રોજની થઇ પડી છે. આડેધડ વાહન ચલાવવા ઉપરાંત ગમે ત્યાં વાહન પાર્ક કરવું એ તેમની આદત બની ગઇ છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સૂચવેલા સુધારા મુજબ હવે આવું ચાલશે નહીં. જો કે ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આ સુધારા દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારોના કોઇ અધિકાર પર તરાપ મારવા માગતી નથી. જે રાજ્ય આ સુધારો સ્વીકારવા તૈયાર ન હોય તો તેમ પરંતુ અમે આ સુધારો લાદવાના નથી. વાહન વ્યવહાર સુગમ રીતે ચાલે અને અકસ્માતો ઓછા  થાય એટલેાજ અમારો હેતુ છે. એ કારણથીજ આ સુધારો રજૂ કર્યો છે.  સાથોસાથ હાલના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. અગાઉ સીટબેલ્ટ નહીં બાંધનારને ૧૦૦ રૂપિયા દંડ થતો હતો. કાયદામાં કરાયેલા સુધારા મુજબ હવે ૧૦૦૦ રૂપિયા દંડ થશે. શરાબ પીને વાહન ચલાવતાં પકડાયા તો અગાઉ ૨૦૦૦ રૂપિયા દંડ થતો હતો, હવે ૧૦ હજાર રૂપિયા દંડ થશે. બેફામ વાહન હંકારનારને અગાઉ ૫૦૦ રૂપિયા દંડ થતો હતો, હવે ૫૦૦૦ રૂપિયા દંડ થશે. આવા બીજા ઘણા સુધારા આ કાયદામાં કરવામાં આવ્યા છે.

Previous articleઅમરનાથ યાત્રા : ૨૪ દિનમાં કુલ ૨૪ શ્રદ્ધાળુના થયેલા મોત
Next articleતમામ કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ લાભ મળશે