તમામ કંપનીઓને ૨૫ ટકા કોર્પોરેટ ટેક્સ લાભ મળશે

442

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હવે તમામ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવા માટેના સંકેત આપ્યા છે. પાંચમી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવેલા બજેટમાં સીતારામને ૪૦૦ કરોડ રૂપિયા સુધીની આવકવાળી કંપનીએઓને ૨૫ ટકાના ઓચા ટેક્સનો ફાયદો આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નાણાં પ્રધાને રાજ્યસભામાં નાણાં  બિલ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યુ હતુ કે અમે ૯૯.૩ ટકા કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરી ચુક્યા છીએ. થોડીક કંપનીઓ જ વધારે ટેક્સ આપી રહી છે. તેમને પણ ટુંક સમયમાં જ આ હદમાં લાવી દેવામાં આવશે. નિર્મલાએ કહ્યુ હતુ કે મોદી સરકારે વર્ષ ૨૦૧૪માં પોતાના પ્રથમ બજેટમાં કોર્પોરેટ ટેક્સને ઘટાડીને ૨૫ ટકા કરવાનુ વચન આપ્યુ હતુ. આને હવે પૂર્ણ કરવામાં આવ્યુ છે. નાણાં બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા ચાલી રહી છે.આની સાથે જ નરેન્દ્ર મોદી સરકારની બીજી અવધિના પ્રથમ બજેટમાં પાસ થવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. નાણાં પ્રધાને કહ્યુ છે કે મોદી સરકાર વધારે મોટા જનાદેશ સાથે પરત ફરી છે. સરકાર નવા ભારત બનાવવા માટેની પહેલ કરી છે. આ દિશામાં મોદી સરકાર આગળ વધી રહી છે. સરકાર નવા ભારતને પારદર્શક બનાવવા માટે તૈયાર છે. નિર્મલા સીતારામને બજેટમાં કહ્યું હતું કે, જ્યાં સુધી કોર્પોરેટ ટેક્સનો સવાલ છે ત્યાં સુધી તબક્કાવારરીતે કાપ મુકવાની પ્રક્રિયા જારી રહેશે. હજુ સુધી ૨૫૦ કરોડ રૂપિયા સુધીની આવકવાળી કંપનીઓ ઉપર ૨૫ ટકા ટેક્સ લાદે છે.  તેઓ આની હદમાં ૪૦૦ કરોડ રૂપિયા સુધીની આવકવાળી કંપનીઓને લાવવા માટે પ્રસ્તાવ કરી રહી છે. ત્યારબાદ માત્ર ૦.૭ ટકા કંપનીઓ બાકી રહી જશે જે કંપનીઓને ઉંચા દર પર ટેક્સની ચુકવણી કરવાની રહેશે.

Previous articleસગીર વાહન ચલાવતાં પકડાય તો માબાપ દંડાશેઃ નીતિન ગડકરી
Next articleવેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ