ડમ્પરની અડફેટે આવતા વિદ્યાર્થીનું મોત, ચાલકની ધરપકડ

500

વડોદરામાં ડમ્પરની અડફેટે વિદ્યાર્થીનું મોત થયાની ઘટના બની હતી. સ્કૂલે જતાં વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા ગંભીર રીતે ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરીને આગળની કામગીરી હાથધરી હતી.મળતી માહિતી પ્રમાણે બુધવારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમઆલા કબ્રસ્તાન પાસેથી વિદ્યાર્થી પસાર થઇ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતા ડમ્પરે તેને અડફેટે લેતા વિદ્યાર્થી ફંગોળાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ પરિવાર જનો અને લોકોના ટોળા એકઠાં થયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કારેલીબાગ પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Previous articleએટીએમને ગેસ કટરથી કાપી રૂ.૧૪ લાખની ચોરી કરી તસ્કરો ફરાર
Next articleસરકારી આવાસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, મહિલા સહિત ૨ની ધરપકડ