સરકારી અનાજ ઓછું આપવાનો વીડિયો વાયરલ થતા દુકાનદારનો પરવાનો રદ

621

પોતાને કોઇ પગાર કે કમિશન નહીં મળતું હોવાથી લાભાર્થીને સરકારી અનાજ ઓછું આપવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી દુકાનદાર બાબુલાલ ખટીકનો પરવાનો રદ કરી દીધો છે. કાપોદ્રા માલીબા કોમ્પલેક્ષમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુલાલ ચંપાજી ખટીક લાભાર્થીને માત્ર વ્યક્તિ દીઠ રૂ.૫૦૦ ચોખા આપવાનું જણાવ્યું હતું. અને પોતાને કોઇ પગાર કે કમિશન નહીં મળતું હોવાના કારણે પોતે ઓછું અનાજ આપતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સાથે જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદની તપાસમાં દુકાનમાં જરૂરી હાજર જથ્થા કરતા ઘઉંનો ૨૮૧.૫ કિલો, ચોખાનો ૧૩૩.૫ કીલો જથ્થો વઘુ, જ્યારે ૯ કિલો દાળની ઘટ જણાય હતી.

આ ઉપરાંત તેમણે વ્યાજબી ભાવની દુકાન અંગેનું બોર્ડ ગ્રાહકોને સહેલાઈ જોઇ શકાય તેવી રીતે લગાવ્યું ન હતું. અન્ન અને આયોગને ફરિયાદનું બોર્ડ લગાવ્યું ન હતું. તથા ભાવ જથ્થાનો નિભાવ નહીં કર્યો હોવાનું જણાયું હતું. આ રીતે ગેરરીતિ પકડાતા પુરવઠા વિભાગ દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ બાબુલાલ ખટીકનો પરવાનો તાત્કાલિક અસરથી મોકૂફ કરી દીધો હતો.

Previous articleવેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૧૩૫ પોઇન્ટ ગગડીને બંધ
Next articleજમીનના વિવાદને લઇ યુવાન એસપી ઓફિસમાં ઝેરી દવા પીવે તે પહેલા અટકાયત