ચવાણાના પેકેટમાંથી ગરોળીનું મરેલું બચ્ચુ મળ્યું, ફરિયાદ થતા નમૂના લેવાયા

833

સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત ગોપાલ નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા મવડીની ભક્તિધામ સોસાયટીમાં રહેતા પ્રદીપભાઇ રામજીભાઇ વડગામાએ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી. આથી આરોગ્ય વિભાગે આ ચવાણાના પેકેટમાંથી ચાવાણાના નમૂનો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રદીપભાઇએ કોર્પોરેશનના ફૂડ વિભાગનાં ડેઝીગ્નેટેડ ઓફીસરને તા.૧૭ જુલાઇએ લેખિત ફરીયાદ ઇન્વર્ડ નં. ૧૧૦૯થી કરી હતી. ગુરૂનાનક જનરલ સ્ટોરમાં ૧૬ જુલાઇના રોજ ગોપાલ નમકીન ચવાણાનાં બે પેકેટ લીધા હતા. આ પેકેટ તોડતા અંદરથી ગરોળીનું નાનુ બચ્ચુ મરેલી હાલતમાં જોવા મળી હતી. આથી આ બાબતની ફરિયાદ ડેઝીગ્નેટેડ ઓફીસરને કરાઇ છે. દરમિયાન આ ફરીયાદ મળતા ડેઝીગ્નેટેડ ઓફીસરે ચવાણાનાં પેકેટમાંથી ચવાણાના નમૂનાઓ લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરીયાદીએ મરેલી ગરોળી અને ચવાણાના ફોટોગ્રાફ્સ પુરૂવારૂપે રજૂ કર્યા હતા.

Previous articleસરકારી આવાસમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ, મહિલા સહિત ૨ની ધરપકડ
Next articleમહેસાણાઃ Tiktok વીડિયો બનાવનાર મહિલા પોલીસ કર્મચારીને ફરજ મૂક્ત કરાયા