અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

557

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં દર્દીના મૃત્યુ બાદ પરિજનોએ હંગામો મચાવ્યો હતો. ફરી એકવખત સિવિલ હોસ્પિટલના ડોકટર્સની સુરક્ષા સામે સવાલો સર્જાય છે જેમાં દર્દીના મૃત્યુ બાદ સગાએ ડોકટરને જોરદાર તમાચો મારી દીધો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં ભારે હંગામાનાં કારણે ઇમર્જન્સી વોર્ડના ડોકટર્સ હડતાળ પર ઉતરી ગયા છે.

આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ત્યારે એ બાબત મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જ સમગ્ર દેશમાં ડોક્ટર ઉપર થતા હુમલા અંગે વિરોધ નોંધાવ્યો હતો અને હડતાલ કરી હતી.

Previous articleચાંદખેડા પોલીસે ૧૨ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિ સામે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો
Next articleIAS દહિયાએ સેક્ટર ૭ પોલીસને દિલ્હીની યુવતી વિરૂધ્ધ બ્લેક મેઈલિંગની ફરિયાદ કરી