ગાંધીનગરમાં સેક્ટર-૧૬ સ્થિત દાદીસા રેસ્ટોરન્ટ અને કેપિટલ ગેસ્ટહાઉસમાં તોડફોડની ઘટના બની હતી. હોટેલ માલિક પર હુમલા સંદર્ભે આક્ષેપ કરાયો છે કે, રૂમ લેવા આવેલા જમાદાર-અધિકારી પાછા ગયા બાદ ચાર જેટલા શખ્સોએ ‘પોલીસને કેમ રૂમ આપતા નથી’ કહીં હુમલા સાતે તોડફોડ કરી હતી.
સેક્ટર-૨૭ સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં મહેશભાઈ ચૌધરી ભાગીદારો સાથે સેક્ટર-૧૬ સ્થિત હોટલ દાદીસા અને કેપિટલ ચલાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે કેપિટલ હોટેલના રૂમબોયનો ફોન આવ્યો હતો જેને સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના જમાદાર સાથે વાત કરાવી હતી. જમાદારે બહારથી આવેલા પોલીસ અધિકારીને રહેવા માટે સગવડ કરવાની વાત કરતા તેમણે ઓફિસ બોયને એક હજારના બે રૂમ આપવાનું કહ્યું હતું. હુમલાખોરો પોલીસના માણસો નથી. એક શખ્સે કોઈ પોલીસ કર્મચારીનો ભાઈ હોવાનું કહ્યું છે. જે મુદ્દે અમે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને આક્ષેપો અંગે તપાસ ચાલી રહી છે.