સમસ્ત બારોટ સમાજનું ગૌરવ તેવા ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટનું રાજકોટ બારોટ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.
સમસ્ત બારોટ સમાજનું ગૌરવ તેવા ભજન આરાધક બારોટમાંથી સંત લક્ષ્મણદાસ બાપુ થઈ નર્મદા કિનારે મોગલ આશ્રમ બનાવી હજારો સાધુ-સંતોને અવિરત અનક્ષેત્ર શરૂ બારે માસ છે પણ જ્યારે શિવરાત્રિ આવે ત્યારે ભવનાથ તળેટીમાં ડેરા તંબુ નખાઈ અને લક્ષ્મણ બારોટનો ઉતારોના બેનરો લાગી જાય અને હજારો નહીં લાખોની સંખ્યામાં યાત્રાળુઓને વિનામુલ્યે અનક્ષેત્ર છેલ્લા ર૪ વર્ષથી ર૪ કલાક ચલાવતા હોય તે બાબતે રાજકોટ બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ દેવજીભાઈ લગ્ધીર, પ્રફુલભાઈ શીહોરા, આરોગ્ય મંત્રી ડો.હિરેનભાઈ વિસાણી, સંકલન મંત્રી પંકજભાઈ સોઢા, અમુભાઈ દેવાયત, ભરતભાઈ ઈલાણી, નટુભાઈ સિહોરા સહિતે લક્ષ્મણદાસબાપુનું સન્માનપત્ર મોમેન્ટો શાલ અને હારતોરાથી સન્માનિત કરાયા હતા.