જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. એક ઘરમાં છુપાયેલા ત્રાસવાદીઓ સાથે આજે અથડામણ થઇ હતી. જેમાં આજે સવારે બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે સુરક્ષા દળો દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસના પ્રવકતાએ કહ્યુ છે કે ત્રાલ વિસ્તારમાં મોડી રાત્રે અથડામણ શરૂ થઇ હતી. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરાયો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં જોરદાર નારાજગી જોવા મળી રહી હતી. આ નારાજગીના દોર વચ્ચે ભારતીય હવાઈ દળે પુલવામા એટેકનો બદલો લેવા પાકિસ્તાન કબજે હેઠળના કાશ્મીરમાં ઘુસી જઈને ભીષણ હવાઈ હુમલા કર્યા હતા. ભારતે ૧૨ વિમાનો મારફતે એક સાથે આતંકવાદી કેમ્પો ઉપર હુમલા કર્યા હતા જેમાં પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશના અનેક આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.જમ્મુ કાશ્મીરના કુંપવારા જિલ્લાના હેન્ડવારામાં તે પહેલા મોટી સફળતા હાથ લાગી હતી. જમ્મુકાશ્મીરમાં ત્રાસવાદીઓનો ખાતમો કરવા માટે મોટા ઓપરેશન ચાલી રહ્યા છે.
ઓપરેશન ઓલઆઉટના કારણે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ત્રાસવાદીઓની લીડરશીપ પર વધારે હુમલા કરવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની હવે કમર તોડી નાંખવામાં આવી છે.