બાબરા અને લાઠી તાલુકા માં સાંજ ના સમયે ભારે વરસાદી અંધારપટ સાથે ગ્રામ્ય વિસ્તારો માં સામાન્ય વરસાદ અને બંને તાલુકા ના એક એક ગામ માં સાંબેલાધાર વરસાદ થી સ્થાનિક નદી માં ધોડાપુર સહિત નાના મોટા ચેક ડેમો પાણી થી છલકાઈ ગયા નું ગ્રામ્ય સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે. લાઠી તાલુકા ના હરસદપુર ગ્રામ અને શિમ વિસ્તાર માં અનરાધાર વરસાદ અંદાજીત ચાર ઈચ પાણી માત્ર એક કલાક માં પડી જતા શિમ અને ગ્રામ્ય માંથી પસાર થતી ગાગડીયા નદી માં ઘોડાપુર ની કલાકો સુધી સ્થિતિ નિર્માણ પામી હતી અને વરસાદી પુર ના કારણે ગ્રામ્ય બજારો માં ઘુટણ બુડ પાણી ભરાયા હતા ખેડૂતો ના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષ પછી વરસાદ નું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને માત્ર ગણતરી ની કલાકો માં હરસદપુર દેવળીયા વિસ્તાર ના તમામ ચેકડેમ નદી નાળા પાણી થી ભરાઈ જતા હર્ષ છવાયો છે. બીજા તરફે બાબરા તાલુકા ના નાનીકુંડળ કીડી શીરવાણીયા કરીયાણા માં અર્ધા થી દોઢ ઈચ વરસાદ જયારે તાલુકા ના ખંભાળા સહિત ના શિમ વિસ્તાર માં અર્ધો કલાક માં બે થી ત્રણ ઈચ સાંબેલાધાર વરસાદ થી સ્થાનિક ખારી નદી માં પુર ની સ્થિતિ સર્જાયા બાદ શિમ વગડા વિસ્તાર ના નદી નાળા ઓવર સપાટી થયા હતા અને કલાકો સુધી ગ્રામ્ય અને શિમ વિસ્તાર નું આવન જાવન બંધ થયું હોવાનું ખંભાળા ના ઉપસરપંચ ભરતભાઈ ફૂલેતરીયા દ્વારા જણાવવા માં આવ્યું છે સાથો સાથ ખંભાળા અને ઈતરીયા વચ્ચે આવેલ સરકારી તળાવ માં સાત ફૂટ નવા નીર ની આવક થયા નું પણ જાણવા મળી રહ્યું છે બને તાલુકા ના એક એક ગામો માં મેઘરાજા ની કૃપા થવાથી ધરતીપુત્રો ની મુરજાતી મોલાત ને જીવતદાન મળ્યા નું જાણવા મળે છે.