પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ પંથકની શાળાઓમાં પાલીતાણાના હંસાબેન અશોકભાઇ દિઓરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નોટબુક તેમજ બોલપેનની ભેટ આપવામાં આવી હતી. શાળામાં અભ્યાસરત બાળકોના શિક્ષણના લાભાર્થે આ સહાય પ્રાપ્ત થઇ છે. અહીંની શેત્રુંજીડેમ કેન્દ્રવર્તી શાળા તેમજ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય શેત્રુંજી ડેમની બાલીકાઓ અને ભૂતિયા ગામની પ્રાથમિક શાળાને અશોકભાઇ દિઓરા, ચેતનભાઇ દિઓરા, જૈન જાગૃતિ સેન્ટર પાલીતાણાના રજનીભાઇ અને પ્રશાંતભાઇ મણિયારના હસ્તે આ શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.