અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે રાજપુત બિઝનેસ એકસ્પોમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રિયબા અજયસિંહ જાડેજા દ્વારા રાજવી તસ્વીર અર્પણ કરાઈ હતી. રાજપુત બિઝનેશમાં એ-બી-સી ત્રણ વિભાગમાં રાજપુત મહિલઓ દ્વારા ૬૦ જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા છે. પ્રિયાબા દ્વારા અહી રાજય પરિવાર અને રાજમહેલોની તસવીરો મુકવામાં આવી છે. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા, પી.ટી. જાડેજા, કનકસિંહ રાણા, અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ જાડેજા, દશરથબા પરમાર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. પ્રિયાબા દ્વારા રાજકોટ ખાતે ર૧૧ મહિલા આર્ટીસ્ટોનું એક પ્રદર્શન ૮ માર્ચના રોજ યોજાનાર છે. આ માટે મુખ્યમંત્રીએ પત્રથી અભિનંદન પાઠવ્યા છે.