ગુરુકુલ વિવિધલક્ષી હાઈસ્કુલ સોનગઢના વિધાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શકિત ખીલે તેવા આશયથી દર વર્ષની જેમ આ વર્ષ પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બે વિભાગમાં શાળામાં સાંસ્કૃત્તિ પ્રવૃત્તિની જવાબદારી સંભાળતા આર.એસ.કલોલાના માર્ગદર્શન મુજબ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ.
જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ ગોહિલ વિશાલ આર. ઘો. ૧૦ (અ) દ્વિતીય ચૌહાણ દર્શન કે. અને ગોહિલ વિરેન્દ્ર સી. ધો. ૧૦ (બ) અને તૃતીય સાગધરા પાર્થ બી. ધો. ૧૦(ક) જયારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ મકવાણા યોગેશ ધો.૧ર(અ) દ્વિતીય ચાવડા આશિષ બી. ધો. ૧ર (બ) અને તૃતીય સરવૈયા અજય ધો.૧ર (અ) વિજેતા થયેલ. જયારે શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયા અને સુપરવાઇઝરજે.એચ.ભાદરકા ભાગ લેનાર તમામ વિધાર્થીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કરેલ.