પોલીસ પ્રજાનો મિત્ર તે સુત્રને સાકાર કરતા જેની ક્રાઇમ બાબતે રાજુલા પોલીસ મથકે ઇન્ચાર્જ પીઆઇનો ચાર્જ એ.પી.ડોડીયાએ સંભાળતાની સાથે એકપણ દિવસ એવો નહિં ગયો હોય કે તહોમતદારોને લોકઅપની હવા ન ખવરાવી હોય. જેની હાંકલ બોલતી હોય પણ રાજુલામાં સૌ પ્રથમ પોલીસ પ્રજાનો મિત્ર તે સુત્રને સાકાર કર્યું જે પોતે રાજુલાથી ડુંગર રોડ પેટ્રોલીંગમાં હોય તેને એક યુવાન ખેતરમાં શંકાસ્પદ હિલચાલ લાગતા ગાડી રોકી ચેક કરતા યુવાન પોતે પાણીની બોટલમાં કંઇક નાખી રહ્યો હતો. જેથી તેના હાથમાં રહેલ પ્લાસ્ટીકની કોથળી ચેક કરતા પ્લાસ્ટીકની કોથળીમાં ઝાંસીની બાળવાની ઝેરી દવા હતી જેથી શંકા દ્રઢ બનતા તે ઝેરી દવા વિશે પૂછતા તેણે જણાવેલ હકીકતથી ગંભીર સ્થિતિને પારખી ગયેલા પીઆઇ ડોડીયા પણ હચમચી ઉઠ્યા તે યુવાને સાચે સાચુ જણાવતા કહેલ કે તેના ઘર કંકાસથી જીંદગીથી કંટાળી ગયો છું મારે ઝેરી દવા પી ને મરી જવું છે. આટલું સાંભળતા જ પીઆઇ ડોડીયા પરિસ્થિતિને સુલઝાવવામાં લાગી ગયા. પરંતુ તેના હાથમાં રહેલ બોટલ, કોથળી લઇ હતભાગી યુવક નામ રમેશ (નામ બદલ્યું છે) પોલીસ મિત્ર બની ખુબ કુશળતા પૂર્વક સમજાવીને પોલીસ મથકે લઇ આવેલ અને ત્યાં પણ તેને સમજાવતા તેનું નિરાકરણ લાવવા પીઆઇ ડોડીયા એ સમજાવ્યા બાદ તે યુવકના પરિવારને પોલીસ મથકે બોલાવી તેના ઘરના પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ કરાવી દીધો હતો. તેમજ આવા સલાહ ભર્યા વાણી, વર્તન અને સમજાવટથી રીતથી હતપ્રત થઇ ગયેલ યુવકમાં એક અલગ હિંમત આવી હતી અને પોલીસને આાભાર સાથે ખાત્રી સાથે જણાવેલ કે ભવિષ્યમાં પણ ક્યારેય આવું પગલું નહિં ભરે પોલીસે આ હતભાગી યુવકનું તેના પરિવાર સાથે ફરિવાર મિલન કરાવતા કરૂણાના દ્રશ્યો સર્જાયા હતા. હાજર તેના બાળકો પરિવાર અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિને પારખવામાં અને તેને સુલઝાવવામાં કુનેહથી પીઆઇ ડોડીયાએ એક પીંખાતો માળો પોલીસની સતર્કતાથી બચાવી લીધો હતો. તે યુવકના પરિવારે પીઆઇ ડોયીયા અને પોલીસનો રડતી આંખોએ આભાર વ્યક્ત કર્યો હતો. આ બનાવને લઇ પોલીસ પ્રજાનો મિત્ર પણ છે. તે સુત્રને સાર્થક કરતા પીઆઇ ડોડીયાને તેમજ તેના પોલીસ તમામ સ્ટાફ પર અભિનંદન વંદનની વર્ષા થઇ રહી છે.