જાફરાબાદ ઉ.પ્રાથમિક શાળામાં તાવડી પેઈન્ટીંગ સ્પર્ધા યોજાઈ

541

જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત  ગીતાબેન કિરીટભાઈ મહેતા ઉચ્ચ.પ્રાથમિક શાળા જાફરાબાદ ખાતે બાળકોમાં પેઈન્ટીંગ કરવાની કલાનું મહત્વ સમજાવવા તારીખ ૨૪-૦૭ના રોજ ધોરણ-૮ ના બાળકો વચ્ચે “ તાવડી પેઈન્ટીં” સ્પર્ધા યોજવામાં આવી હતી.આ સ્પર્ધામાં કુલ ૪૦ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાને અંતે વિજેતા ક્રમ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં વર્ગ પ્રમાણે પ્રથમ ક્રમે મુગલ આલિયા, પઠાણ અલફાજખાન , સિલહર મહિમા, બારૈયા દક્ષ,  દ્વિતીય ક્રમે ડોડીયા અર્ચના, સોલંકી આરતી , શિયાળ હાર્દિક, બારૈયા જ્યોતિકા તથા તૃતીય ક્રમે સાંખટ કિરણ રહ્યા હતા. નિર્ણાયક તરીકે  પાયલબેન બાંભણીયા રહ્યા હતા. શાળાના આચાર્યા ચાંદનીબેન કોટેચા તથા શિક્ષિકા બહેનોને આ સુંદર પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવા બદલ તથા વિજેતાઓને નિયામક  ઠાકોરદાસ રામાનંદી, અશોકભાઈ પ્રજાપતિ તથા  જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળના ટ્રસ્ટી મંડળ શુભેચ્છા પાઠવેલ.

Previous articleરાણપુરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર એક ઈંચ વરસાદ
Next articleસીઆઇએસએફ દ્વારા એરપોટ પર રેઇન વોટર હાર્વેસ્ટીંગ પિટનું નિર્માણ