સીઆઇએસએફ યુનિટ ભાવનગર દ્વારા ભાવનગર એરપોર્ટ ઉપર જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાર રેઇન વોટર હાર્વેસ્ટીંગ પિટનું નિર્માણ કરવામાં આવ્યું સાથે સાથે ફોરેસ્ટ વિભાગનાં સહયોગથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રૂવા પ્રાથમિક શાળામાં લોકોને જાગૃત કરવા માટે બાળકો અને શિક્ષકો મળીને નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીઆઇએસએફમાં ઇન્સ્પેક્ટર અશોકસિંહ જાડેજા, કર્મચારીઓ, શિક્ષકો, બાળકો જોડાયા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.