આમ્રપાલી કૌભાંડમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોનીનું નામ આવ્યા બાદ હવે એની પત્ની સાક્ષીનું નામ પણ ઉપસ્યું હતું. સુપ્રીમ કોર્ટે પોતાના ૨૭૦ પાનાંના ચુકાદામાં ફોરેન્સિક ઓડિટ રિપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો છે. આ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આર્થિક ગોલમાલ કરવા માટે આમ્રપાલી ગ્રુપની સિસ્ટર કંપની આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટના ચુકાદાના ૮૫મા પાના પર એવો ઉલ્લેખ છે કે આ કંપનીમાં ધોનીની પત્ની સાક્ષી પચીસ ટકા શેર ધરાવતી હતી અને કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં હતી. બાકીના ૭૫ ટકા શેર આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ કુમાર શર્મા પાસે હતા. આમ હવે આ કૌભાંડમાં ધોનીની પત્ની સાક્ષીનું નામ ઉપસ્યું હતું.