ચારેબાજુથી દેવામાં ઘેરાયેલા દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ) દ્વારા સૂચિત હિસ્સેદારી વેચાણ માટે સંયુક્ત માળખુ રચવા માટેની દિશામાં મોટી પહેલ કરી છે. ડીએચએફએલ ફરી બેઠી થવા માટેના પ્રયાસો કરવા ઇચ્છુક છે. પુનઃ સજીવન પ્લાનના ભાગરુપે હિસ્સેદારી વેચાણ માટે સંયુક્ત સાહસની રચના કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિનાથી નવેસરથી ધિરાણ પુનઃ શરૂ કરવાની ઇચ્છા ડીએચએફએલ ધરાવે છે. મળેલી માહિતી મુજબ મહિને ૧૫૦૦ કરોડ રૂપિયાની ક્રેડિટ મેળવવા માટેની ઇચ્છા તેની રહેલી છે. પ્રવર્તમાન પ્રમોટરો વધવાન પરિવાર દ્વારા સૂચિત સંભવિત પાર્ટનરમાં જોઇન્ટ વેન્ચર માટે આશાવાદી દેખાઈ રહ્યા છે. હિસ્સેદારી વેચાણ માટે જોઇન્ટ વેન્ચરની રચના કરવામાં આવ્યા બાદ સ્થિતિ હળવી કરવામાં આવશે. અલબત્ત હિસ્સેદારી વેચાણને લઇને જોઇન્ટ વેન્ચર માટે કોઇ નવી શરતો નક્કી કરવામાં આવી નથી. વ્યૂહાત્મક મૂડીરોકાણકારની ઓળખ કરવા માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં જ કરી લેવામાં આવશે. આની સાથે જ તેના કેપિટલ બેઝને વધારી દેવા માટે ડીએચએફએલમાં મૂડીરોકાણ કરવામાં આવશે. નોન બિડિંગ બિડ સુપ્રત કરી ચુકેલી ત્રણ ખાનગી ઇક્વિટી કંપનીઓ મેદાનમાં દેખાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીએચએફએલ દ્વારા હિસ્સેદારી વેચાણને લઇને આશાવાદી છે. વઢવાણ અને પાર્ટનરોની હિસ્સેદારી હવે ઘટીને ૨૦-૨૦ ટકાની આસપાસ રહી શકે છે. અલબત્ત શરતો ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે. થોડાક સમય પહેલા સુધી ડીએચએફએલ દ્વારા આવાસની ખરીદી કરનાર લોકો માટે જંગી લોનની ફાળવણી કરી હતી. થોડાક સમય પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે, આ કંપની પુનઃ સ્થાપિત કરવા માટે કેટલાક આક્રમક આયોજન સાથે આગળ વધશે. આ કંપનીને તરત ડેબ્ટ રિપેમેન્ટને લઇને સ્વૈચ્છિકરીતે છ મહિનાનો સમય આપવામાં આવી શકે છે. બેંકો દ્વારા લિક્વિડીટી ઠાલવવામાં આવી રહી છે ત્યારે હોમ ફાઈનાન્સર ઓગસ્ટ મહિનામાં ધિરાણની પ્રક્રિયા પુનઃ શરૂ કરી શકે છે. ૨૨મી જુલાઈના દિવસે તેના બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બેંકો સાથે રિસ્ટ્રક્ચરિંગ લોનને લઇને તમામ યોજના પર વાત ચાલી રહી છે.