રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓગસ્ટ મહિનામાં વ્યાજદરમાં ફરી એકવાર ઘટાડો કરવાની તૈયારીમાં છે. સતત ચોથા મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવનાર છે. અર્થશાસ્ત્રીઓને આવરી લઇને કરવામાં આવેલા નવા પોલમાં જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈ ઓગસ્ટ મહિનામાં પણ વ્યાજદરમાં ઘટાડો કરશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, પહેલાથી જ ગ્રોથને લઇને ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે જોખમ લેવા માટે આરબીઆઈ પણ તૈયાર નથી. જો આરબીઆઈ આગામી મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરશે તો એશિયામાં કોઇપણ સેન્ટ્રલ બેંક દ્વારા અપનાવવામાં આવેલા સૌથી આક્રમક વલણ તરીકે રહેશે. છેલ્લી વખતે આરબીઆઈએ સતત વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થશાસ્ત્રીઓને ચોંકાવી દીધા હતા. વૈશ્વિક નાણાંકીય કટોકટી દશક અગાઉ રહ્યા બાદ સ્થિતિને સુધારવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ૧૭-૨૪મી જુલાઈ વચ્ચેના ગાળામાં કરવામાં આવેલા પોલમાં જણાવવામાં આવ્યું છે કે, ૬૬ અર્થશાસ્ત્રીઓ પૈકી ૮૦ ટકા અર્થશાસ્ત્રીઓ માને છે કે, બેંચમાર્ક
(અનુસંધાન નીચેના પાને)રેપોરેટમાં આરબીઆઈ કાપ મુકી શકે છે. ઓગસ્ટ મહિનામાં રેટ ૫.૫૦ ટકા રહી શકે છે. ત્રણ અર્થશાસ્ત્રીઓ ૫૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવા માટેની અપેક્ષા પણ રાખી રહ્યા છે. બાકીના ૧૦ અર્થશાસ્ત્રીઓ પોલિસી રેટ યથાવત રાખવામાં આવે તેવી ઇચ્છા રાખે છે. ઓગસ્ટ મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ મોડેથી પણ વ્યાજદરમાં ઘટાડો કરવાનો સિલસિલો જારી રહી શકે છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ વ્યાજદરને લઇને આશાવાદી બનેલા છે. વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ લોન પણ વધુ સસ્તી થશે.