તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ઘટી ૩૭૮૩૧ની નવી નીચી સપાટીએ

397

શેરબજારમાં આજે સતત પાંચમાં દિવસે મંદીનું મોજુ રહ્યું હતું. ઉથલપાથલ સાથે કારોબારની પૂર્ણાહૂતિ થઇ હતી. ફ્યુચર અને ઓપ્શન (એફએન્ડઓ) સિરિઝની પૂર્ણાહૂતિ થઇ હતી. આ સિરિઝની પૂર્ણાહૂતિ ૩૮૦૦૦ની નીચી સપાટી સાથે થઇ હતી. બીએસઈ સેંસેક્સ અને એનએસઈ નિફ્ટી બંને નીચી સપાટીએ બંધ રહ્યા હતા. કોર્પોરેટ કમાણીના નબળા આંકડા, એફએન્ડઓ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિની સીધી અસર શેરબજાર ઉપર થઇ છે. આજે સતત પાંચમાં કારોબારી સેશનમાં શેરબજારમાં મંદી રહી હતી. સેંસેક્સ ૧૭ પોઇન્ટ ઘટીને ૩૭૮૩૧ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે કારોબાર દરમિયાન તાતા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, તાતા સ્ટીલ સહિતના શેરમાં જોરદાર કડાકો બોલી ગયો હતો. બીજી બાજુ વેદાંતા, સનફાર્મા, ઇન્ડસબેંક, એક્સિસ બેંકના શેરમાં કારોબારના અંતે સ્પેટ્રમના ઉંચા સ્તર વચ્ચે તેજી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૨૫૨ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૭૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૭૮૬૩ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૦૩૧ રહી હતી. આજે મોટાભાગના સેક્ટરલ ઇન્ડેક્સમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં તેજીનો માહોલ જામ્યો હતો  તેમાં ૨.૩૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ૧.૧૪ ટકાનો સુધારો રહ્યો હતો પરંતુ નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસબીમાં ૦.૮૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. એશિયન બજારમાં આજે કારોબાર સાવધાનીપૂર્વકનો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં ત્રણ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. હાલમાં વિદેશી મૂડીરોકાણકારો દ્વારા નાણા પરત ખેંચવાનો પ્રવાહ જારી રાખવામાં આવ્યો છે. બજેટમાં સુપરરિચ ઉપર ટેક્સ લાગૂ કરવામાં આવ્યા બાદ આને લઇને પણ નિરાશા પ્રવર્તી રહી છે. એફડીઆઈના મામલામાં કેટલાક જટિલ નિર્ણયોના લીધે પણ બજારમાં નિરાશા છે. ઉપરાંત કંપનીના ત્રિમાસિકગાળાના કમાણીના આંકડા નિરાશાજનક છે. ભારતમાં અબજોપતિની ક્લબમાં શેરબજારમાં મંદીના લીધે સંખ્યા ઘટીને ૭૧ થઇ ગઇ છે જે માર્ચ ૨૦૧૮ના અંતમાં ૯૦ જેટલી નોંધાઈ હતી. ભારતના ટોપ પ્રમોટરો પણ અબજોપતિની ક્લબમાંથી આઉટ થઇ ચુક્યા છે. પાંચ વર્ષ સુધી સ્થિર સુધારો રહ્યા બાદ અબજોપતિ પ્રમોટરોની યાદી ઘટી છે.

કારણ કે, છેલ્લા ૧૬ મહિનાના ગાળામાં ટોપ લિસ્ટેડ કંપનીઓ પૈકી મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. આવા પ્રમોટરોની સંખ્યા હવે માર્ચ ૨૦૧૮માં ઓલટાઈમ હાઈ ૯૦થી ઘટીને ૭૧ થઇ છે. માર્ચના આ વર્ષે આ સંખ્યા ૮૧ હતી. ૭૧ અબજોપતિ પ્રમોટરોની સંપત્તિ હવે ૩૨૬ અબજ ડોલર નોંધાઈ છે જે ગયા વર્ષે માર્ચ મહિનાના અંતમાં ૩૫૩ અબજ ડોલર રહી હતી.

Previous articleસ્કૂલના ટિ્‌વટ કરેલા વીડિયો મુદ્દે આગોતરા જામીન બાદ મેવાણી એલસીબી સમક્ષ હાજર થયો
Next article૧૦૮ની ટીમે રોડ અકસ્માતમાં હૃદયના બંધ ધબકારાને સીપીઆર આપી દર્દીને નવું જીવન આપ્યું