વલસાડ આરએમશ્વીએમ દેસાઈ સ્કૂલનો સોશિયલ મીડિયા ઉપર ખોટો વીડિયો મુકવાના કેસમાં હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ જીગ્નેશ મેવાણી એલસીબી સમક્ષ હાજર થયો હતો. અને આગોતરા જામીન મારફતે જવાબ લખાવ્યો હતો.
વડનગરના અપક્ષના ધારાસભ્ય વિરુદ્ધ વલસાડ નૂતન કેળવણી મંડળ સંચાલિત શાળા આરએમશ્વીએમ સ્કૂલને બદનામ કરવા બદલ ૫૦૦ અને ૫૦૫ (૨) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણી વકીલ અને ધારાસભ્ય હોવાથી તેણે વીડિયોની ચકાસણી કર્યા વગર વીડિયોને ટિ્વટ કરી નરેન્દ્ર મોદીને ટેગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્યા દ્વારા જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસનમાં વલસાડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મુકવામાં આવ્યા હતા. જોકે, તે ના મંજૂર કરવામાં આવતા જીગ્નેશ મેવાણીએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. જેથી જીગ્નેશ મેવાણી એલસીબી સમક્ષ હાજર થયા હતા. અને આગોતરા જામીન મારફતે જવાબ લખાવ્યો હતો.