૧૦૮ની ટીમે રોડ અકસ્માતમાં હૃદયના બંધ ધબકારાને સીપીઆર આપી દર્દીને નવું જીવન આપ્યું

856

પલસાણા-નવસારી વચ્ચે મિઢોળા બ્રિજ નીચે બુધવારની રાત્રે ૧૧ઃ૧૫ વાગ્યે રાહદારીને અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ ભાગી ગયો હતો. લોકોએ પલસાણા લોકેશનની ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દર્દીના પલ્સ, હૃદયના ધબકારા ન આવતા ઈએમટી વિશાલ પડસાલાએ રોડ ઉપર જ દર્દીને ૧૫-૨૦ મિનિટ સીપીઆર અને કુદરતી શ્વાસ આપી દર્દીનું હૃદય ફરી ધબકતું કર્યું હતું. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસ અને રાહદારીઓએ નજરે જોઈ ૧૦૮ની ટીમ ની પ્રસંસનીય કામગીરીના વખાણ કર્યા હતા.

દર્દીને તાત્કાલિક સ્માઇન બોર્ડ અને સર્વાઈકલ સાથે દર્દીને લઈ ૫૧ મિનિટમાં ચાલુ વરસાદે સુરત સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા.ડોક્ટરોએ પણ ૧૦૮ની ટીમ ની વાત સાંભળ્યા બાદ વધાવી લીધા હતા. ચાલુ એમ્બ્યુલન્સે દર્દીને એમ્બ્યુજ બેગથી કુદરતી શ્વાસ અને ઓક્સિજન આપી તેમજ બંધ પલ્સને ફરી લાવવા એડ્રોપીન અને એન્દ્રીનાલિશ નામના ઈન્જેકશન આપ્યા હતા. સાથે જ બે બોટલ ગ્લુકોશ આપી ચાલું સારવારે સ્મીમેર લઈ આવ્યા હતા. સારવાર સાથે દર્દીનું બીપી, હૃદયના ધબક્કારા, છાતીનું દબાણ, અને ઓક્સિજનનું પ્રમાણ મેનેજ કરી ૧૦૮ની ટીમ દર્દીને નવું જીવન આપવા મા સફળ થઈ હતી. હાલ દર્દી સ્મીમેર હોસ્પિટમાં સારવાર હેઠળ છે. અને પોલીસ અજાણ્યા દર્દીના પરિવારજનોને શોધી કાઢવા તપાસ કરી રહી છે.

Previous articleતીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ઘટી ૩૭૮૩૧ની નવી નીચી સપાટીએ
Next article૮ વર્ષની બાળકીને ખારેકની લાલચ આપી બહેનપણીનાં દાદાએ દુષ્કર્મ આચર્યું