રાજકોટ શહેરમાં ૮ વર્ષની બાળકી પર નરાધમ શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શામજી નામના શખ્સે ૮ વર્ષની બાળકીને ખારેક ખવડાવવાની લાલચ આપી રૂમમાં લઈ ગયો હતો અને બાળકીને મારમારી તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. સમગ્ર મામલે શામજી નામના શખ્સ સામે બાળકીની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી તેની પૂછપરછ શરૂ કરી હતી.
ફરિયાદીએ એફઆઈઆરમાં જણાવ્યું હતું કે બપોરે મારી દિકરી શાળાએ ગઈ હતી. બાદમાં ક્લાસ ટીચરે ઘરે આવીને મને પૂછ્યું કે તમારી દિકરી ઘરે આવી ગઈ. તો મેં કહ્યું કે તે શાળાએ ગઈ છે. જે બાદ શિક્ષિકાએ કહ્યું કે મે તમારી દિકરીને તેની બહેનપણીને બોલાવવા માટે મોકલી હતી. પરંતુ તે હજુ સુધી પરત ફરી ન હતી. જેથી શાળાએ જઈ તપાસ કરતા દિકરી શાળાના ત્રીજા માળેથી ઉતરતી હતી. જેથી તેને પૂછ્યું કે તું ક્યા ગઈ હતી. ત્યારે દિકરીએ જણાવ્યું હતું કે બહેનપણીને બોલાવવા તેના ઘરે ગઈ ત્યારે તેના દાદા ઘરે એકલા હતાં અને તેને કહ્યું કે આવ તને ખારેક ખવડાવું અને પછી તેને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જે પછી મને મારવાની ધમકી આપી મારી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. મેં ના પાડતાં તેને મને ઝાપટ મારી હતી અને ફરી મુખમૈથુન કરાવ્યું હતું. જે બાદ શિક્ષિકા ઘરે આવી જતાં દાદાએ શિક્ષિકાને એવુ કહ્યું હતું કે અહીંયા કોઈ આવ્યું જ નથી. જે બાદ મને ફરી સ્કૂલ ડ્રેસ પહેરાવી શાળાએ મોકલી દીધી હતી.