હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને કારણે અનિલ અંબાણીની કંપનીનાં બાંધકામનું ટેન્ડર રદ્દ

510

રાજકોટ શહેરમાં નિર્માણ પામનાર હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને નેશનલ કંપનીનું બાંધકામનું ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે.

બાંધકામનું ટેન્ડર અનિલ અંબાણીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અર્નેસ્ટની રકમ ભરી ન શકતા ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના બાંધકામ માટે અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ એ કંપની કામ શરૂ જ નહીં કરી શક્તાં તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરીને હવે નવેસરથી ટેન્ડરિંગ કરવાની નોબત આવી પડી છે. જેના લીધે, એરપોર્ટનું કામ પાછુ ઠેલાયું છે. જેથી હવે આગામી સમયમાં અધિકારી દ્વારા રી-ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણી વખતે ઓક્ટોબર-૨૦૧૭માં પીએમ મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યુ તેના ૨૧ મહિના વીતી ગયા છતાં કામ ચાલુ નહીં થતાં અનેક અટકળો વહેતી થઈ હતી. તેમાં હવે એક ચર્ચા એવી પણ ઉઠી છે કે ફ્લાઈટનાં લેન્ડિંગ પથમાં જ ચોટીલા ડુંગરની ઉંચાઈ નડતી હોવાથી મોટી અવઢવ ઉભી થઈ છે! જો કે સત્તાવર વર્તુળોએ એનો ઈન્કાર કર્યો છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને હજુ ૧૦ એકરથી વધુ જમીન સોંપવાની બાકી છે એ પણ કામ શરૂ થવામાં વિલંબનું એક કારણ જ છે.

Previous article૮ વર્ષની બાળકીને ખારેકની લાલચ આપી બહેનપણીનાં દાદાએ દુષ્કર્મ આચર્યું
Next articleઆપઘાત કરનારા ભાઇની ચિતામાં નાનો ભાઇ કુદી પડતા હાહાકાર