૧૯૮૬ બેચના ગુજરાત કેડરના સનદી અધિકારી પી. ડી. વાઘેલાને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મૂકતો હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાતના કોમર્શિયલ ટેક્સ કમિશનર વાઘેલા કેન્દ્રના ફાર્માસ્યુટિકલ ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે નિમણૂક પામ્યા છે.
નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવ અને ૧૯૮૫ બેચના ગુજરાતના આઇએએસ અતનુ ચક્રબોર્તીને નાણાકીય બાબતોના સચિવ અને ૧૯૮૬ બેચના ગુજરાત કેડરના આઇએએસ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાને પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે.