લાઈફ ઈન્શ્યોરન્સ પૉલીસી લેવાના, રિફંડ, પોલીસ બંધ કરાવા તેમજ જુદા-જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવતી દિલ્હીની ગેંગે અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડી છે. પોલીસે ૧૮ મોબાઈલ, ૨૧ વોકિફોન, ત્રણ સીપીયુ, વાઈફાઈ , રાઉટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ૮ યુવકોની ધરપકડ કરી છે. જ્યારે ૧૬ યુવતીઓને નોટિસ આપી છે.
વાડજના એકાઉન્ટન્ટને ફોન કરીને અજાણ્યા શખ્સે જણાવ્યું હતું કે તમારા પિતાજીના નામે પૉલીસી પાકી ગઈ છે. જેના તમારે ૧.૮૦ લેવા હોય તો નવી પૉલીસી લેવી પડશે. તેમ કહીં એકસાઈડ લાઈફ ઈન્સયોરન્સ પોલીસી લેવડાવી હતી અને અન્ય પૉલીસી બંધ કરાવવા તેમજ જુદા-જુદા ચાર્જ પેટે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ૩૭.૭૩ લાખ ભરાવ્યા હતા.
આરોપીઓ એક કંપની ચલાવતા હતા. જેમાં અલગ-અલગ ત્રણ પ્રોસેસ ચલાવતા હતા. જેમાં (૧) એમબીબીએસ અને નીટની પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે માર્ગદર્શન આપતા હતા. (૨) ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચલાવતા હતા, જેમાં એક વર્ષ માટે ફિક્સ ડિપોઝિટના નામે પાસે પૈસા પડાવતા હતા. અને (૩) રિયલ એસ્ટેટની પ્રોસેસ કરતા હતા.આ કંપનીના ઓથા હેઠળ ભારતીય લાઈફ એક્સા અને અન્ય પૉલીસીનો ડેટા મેળવી, રિફંડ, પોલીસ બંધ કરાવા તેમજ જુદા-જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. અલગ-અલગ ૧૦ બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવેલા હતા. આરોપી ઈમરાન સૈફી અગાઉ ઈન્શ્યોરન્સ કંપનીમાં કામ કરતો હોવાથી તેને પૂરતું જ્ઞાન હતું. ગુજરાતમાંથી ૫૯૯ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની માહિતી મળી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.