પ્રાંતની ઓચિંતી મુલાકાતમાં સાઠંબામાં પોલીસ કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા

608

બાયડ તાલુકાના સાઠંબા ગામે બુધવારના રોજ પ્રાંત અધિકારીએ ઓચિંતી પોલીસ સ્ટેશનની મુલાકાત લેતાં પોલીસ બેડામાં દોડધામ મચી હતી.જ્યારે બીજી બાજુ માલપુર ફોરેસ્ટની કચેરીમાં ગુલ્લીબાજ ફોરેસ્ટનો સ્ટાફ અધિકારીની તપાસમાં આબાદ ઝડપાયો હતો.

આ અંગે મળેલ માહિતી મુજબ બાયડ પ્રાંત અધિકારી એ સાઠંબા પોલીસ સ્ટેશન તથા માલપુર ફોરેસ્ટ ની ઓફીસમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં હલચલ મચી હતી.ત્યારે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સુઇ રહેલા પોલીસકર્મીઓ પ્રાંત અધિકારી ને જોઇ બગાસા ખાતા દોડ્‌યા હતા.ત્યારે પોલીસ સ્ટેશનમાં અનેક પોલીસ જવાનો બિનડ્રેસમાં મળી આવ્યા હતા.પોલીસ સ્ટેશન ના નવીન મકાન ને ઝડપથી પુર્ણ કરવા માટે આદેશ આપાયો હતો.

બીજી બાજુ માલપુર ખાતે આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસમાં રેકર્ડ સરકારની યોજનાઓ ની અમલવારી વગેરે ની તપાસણી પ્રાંત ધ્વારા કરવામાં આવતાં અનેક ચોંકાવનારી બાબતો બહાર આવી છે. જ્યારે બીજીબાજુ પ્રાંત અધિકારી ફોરેસ્ટ ની કચેરીમાં પહોંચ્યા ત્યારે મોટાભાગનો સ્ટાફ ગેરહાજર રહેલો જણાતાં ખુલાસા માંગ્યા હતા.

Previous articleલાઈફ ઈન્શ્યોરન્સ પૉલીસીના નામે પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ૮ની ધરપકડ, ૧૬ યુવતીઓને નોટિસ
Next articleલગ્નના ત્રીજા દિવસે પ્રેમિકા સાથે હોટેલમાં ગયેલા પતિનું ક્રેડિટ કાર્ડનું બિલ ઘરે આવતા ભાંડો ફૂટ્યો