દાંતા પંથકમાં છેલ્લા દોઢેક માસ થી વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતિત બન્યાં છે. પ્રથમ વાવેતર કરેલું બિયારણ પણ નિષ્ફળ જાય તેવો ડર સતાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વરૂણદેવને મનાવવાં અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ વહેલી તકે વરસાદ પડે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના પ્રાગંણમાં બ્રાહ્મણો દ્વારા એક પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યુ હતું.
બ્રાહ્મણો પાણી ભરેલા તપેલામાં બેસીને ૧૧ હજાર જેટલી આકડાંની આહુતી હવનમાં આપવામાં આપી હતી. આ યજ્ઞમાં અન્ય કાષ્ટના બદલે આકડાં એટલે કે અર્કનું વિશેષ મહત્વ હોવાથી તેની આહુતિ સાથે અંબિકેશ્ર્વર મહાદેવજીના મંદિરમાં શિવલિંગને જળ સમાધી પણ આપવામાં આવી હતી.