ડોક્ટરો ચોંક્યાઃ મહિલાનાં પેટમાંથી દોઢ કિલો ઘરેણાં-સિક્કાં નીકળ્યાં

434

પશ્ચિમ બંગાળમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડૉક્ટરોએ એક મહિલાના પેટમાંથી ૧.૫ કિલો દાગીના અને ૯૦ સિક્કા નીકાળ્યા. પશ્ચિમ બંગાળની વીરભૂમિના સરકારી હોસ્પિટલમાં ઑપરેશન કરીને મહિલાના પેટમાંથી બધુ જ કાઢી દેવાયુ. મહિલા માનસિક રીતે અસ્થિર હતી. મહિલા ચોરી કરીને ઘરેણા ખાઈ જતી હતી જ્યારે ડૉક્ટરોએ ઑપરેશન કરીને ઘરેણા બહાર નીકાળવાનુ શરૂ કર્યુ તો તેમની આંખો પહોળી થઈ ગઈ. વીરભૂમિના રામપુરહાટના સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં ૨૬ વર્ષની મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. સર્જરી વિભાગના પ્રમુખ સિદ્ધાર્થ વિશ્વાસે જણાવ્યુ કે મહિલાનું ઑપરેશન કરવામાં આવ્યુ છે. જે બાદ તેમના પેટમાંથી ૫ અને ૧૦ રૂપિયાના ૯૦ સિક્કા નીકાળવામાં આવ્યા. પેટમાંથી ૧.૫૨ કિલો ઘરેણા જપ્ત કરાયા છે.

આમાંથી વધારે દાગીના તાંબા અને પિત્તળના બનેલા છે, પરંતુ કેટલાક સોનાના પણ છે.

 

Previous articleગાંધીનગરમાં બપોરની શાળાના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ ’બફાયા’
Next articleરાજીવ હત્યા કેસ : નલિનીને ૩૦ દિવસ માટે પેરોલ મળ્યા