કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાય તેવી સંભાવના

657

કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ-જેડીએસ સરકારનું પતન થઇ ચુક્યું તે છતાં રાજ્યમાં નવી સરકાર રચી શકાય નથી. કારણ કે, ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાને લઇને કોઇ નિર્ણય કરી શકાયો નથી. આવી સ્થિતિમાં અસંતુષ્ટોના રાજીનામાના નિર્ણય સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી પણ અનિશ્ચિતતાના માહોલમાં સરકાર બનાવવા માટે દાવો કરવા માટે ઇચ્છુક નથી. પાર્ટીના અધિકારીએ આજે આ મુજબની માહિતી આપી હતી. કોંગ્રેસ અને જેડીએસના ૧૫ ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય કરવામાં આવનાર છે. કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશકુમાર દ્વારા હજુ કોઇ નિર્ણય કરાયો નથી. ભાજપના રાજ્ય પ્રવક્તા મધુસુદને કહ્યું છે કે, જો વિધાનસભા અધ્યક્ષ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરવા અથવા તો ફગાવી દેવાના સંદર્ભમાં વધારે સમય લે છે તો રાજ્યપાલ વજુભાઈ વાળા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી શકે છે. અમે આ પ્રકારની સ્થિતિમાં સરકાર બનાવવા માટે દાવો કરવા ઇચ્છુક નથી.

પાર્ટી વિધાનસભા અધ્યક્ષના અયોગ્ય કરાર જાહેર કરવાને લઇને અસ્પષ્ટ સ્થિતિ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ૧૭મી જુલાઈના દિવસે પોતાના આદેશમાં કહ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ અસંતુષ્ટોના રાજીનામાના મુદ્દા ઉપર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે પરંતુ અસંતુષ્ટોએ વિધાનસભામાં મતદાનમાં ભાગ લીધો ન હતો. ૧૧મી જુલાઈથી તેમના રાજીનામા અંગેના નિર્ણયો પેન્ડિંગ પડેલા છે. રાજીનામાના નિર્ણયમાં વિલંબ થશે તો અસંતુષ્ટો ફરીવાર સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી શકે છે. ૧૦મી જુલાઈના દિવસે વિધાનસભા અધ્યક્ષને તરત રાજીનામા સ્વીકારી લેવા માટે આદેશ કરવાની માંગ કરી અરજી કરવામાં આવી હતી.

Previous articleબિહારના પુરગ્રસ્ત બધા૧૨ જિલ્લામાં સ્થિતી વધુ વણસી
Next articleલોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ : કોંગી, જેડીયુનો ગૃહત્યાગ