રાજુલાના ખેરા ગામમાં આજરોજ દ્વિતિય સમુહલગ્ન યોજાયા હતા. જેમાં ૬૩ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમુહલગ્ન એ માત્ર કોઇ કાર્યક્રમ કે લગ્ન નથી પણ એક દિકરીના બાપ તેમજ દિકરીના આશીર્વાદ લેવાનો અવસર છે. એક પિતાને સૌથી મોટી જવાબદારી દિકરીના લગ્નની હોય છે. ત્યારે આ યુગમાં દિકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરવા જરૂરી બન્યા છે. ત્યારે આજરોજ ખેરા મુકામે ચાંચખેરા પટવા સમઢીયાળા સહિતના ગામોના કોળી સમાજની દિકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં હાજરી આપી હતી. પૂજા અર્ચના કરી ભૂદેવોના આશીર્વાદ લીધા હતા. ૬૩ નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ તકે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે રાજુલા, જાફરાબાદ પંથકમા સમુહ લગ્નો થાય છે. આ વિસ્તારમાં સમુહલગ્નમાં જ્યારે દિકરીના લગ્ન કરવાના થાય ત્યારે પ્રથમ મારી તૈયારી હશે ત્યારે સૌ કોઇ સમૂહલગ્નમાં જોડાઇને એક દિકરીના આશીર્વાદ લેવા જણાવ્યું હતું. આ તકે જીલુભાઇ બારૈયા, વિક્રમભાઇ શિયાળ, જીવનભાઇ બારૈયા, કરણભાઇ બારૈયા, કમલેશભાઇ મકવાણા, ભાવેશભાઇ જાદવ, મુકેશભાઇ ગુજરીયા, કાનજીભાઇ ચૌહાણ, શામજીભાઇ ચૌહાણ, મેરૂભાઇ ગુજરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.