રાજુલાનાં વડલી હાઇ-વે પર ટ્રક અને બાઇકનો અકસ્માત : બે વ્યક્તિના મોત

829

રાજુલાના ધુડીયાઆગરીયા અને વડલી ગામના બે આહિરોને કાગવદરથી સોમનાથ બનતા ફોરટ્રેક રોડ એગ્રો કંપનીની ઘોર બેદરકારીથી બંને આહિરોન શરીરના બે બે ભાગથી કમકકમાટી ભર્યો મારોહલ બંને તાલુકાના પ્રમુખો પોલીસ સાથે ઘટના સ્થળે ટ્રક ડ્રાઇવર ભાગી ગયો.

રાજુલાના ધુડીયાઆગરીયા અને વડલી ગામના બે આહીર આધેડ કાગવદરથી સોમનાથ બનતા ફોરટ્રેક રોડ જેનો કોન્ટ્રાક્ટર અતિ વિવાદિત જે એગ્રો એજન્સીની ઘોર બેદરકારી ફરીવાર સામે આવે છે. આ એગ્રો કંપનીના પાપે કંઇક માણસોના એક્સીડન્ટમાં થયેલ અગાઉ મોતથી અતિ વિશેષ ગંભીર અને અરેરાટીવાળો મામલો સામે આવ્યો છે. જેમાં વધુ વિગત જોઇએ તો રાજુલાના ધુડીયાઆગરીયાના રહેવાસી આહીર ગદાભાઇ ડાહ્યાભાઇ કળસરીયા (ઉ.વ.૪૫) અને વડલી ગામના આહીર સીસાભાઇ મથુરભાઇ જીંજાળા (ઉ.વ.૫૦) જે ભેંસની ખરીદી કરવા પોતાના મોટર સાયકલ લઇ બાલાની વાવ કે આજુબાજુના ગામોમાં જોવા ગયેલ ત્યારે કાગવદર બનતા ફોરટ્રેક રોડ વચ્ચે ગુડનો ઢગલો ઓચિંતા આવી જતા એક બાજુ કંપનીનું રાક્ષસી વાહન અને સામેથી આવતું ટ્રકની હડફેટે લેતા બંને ભાઇઓ રોડ નીચે પટકાયા પણ તુરત જ કંપીનીના વાહને બંને ભાઇઓ ઉપર તેનું વાહન ચડાવી દેતા બંને બંને ભાઇઓના શરીરના બે ભાગ કરી દેતા કમકમાટી ભર્યો માહોલ સર્જાયો હતો. અને તુરત જ મીઠાપુર સરપંચ હરેશભાઇ ભાલીયા, શાંતિભાઇ વરૂ, તાલુકા પ્રમુખ ભીમભાઇ કવાડ અને રાજુલા તાલુકાના માજી તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઇ લાડુમોર જે પણ ધુડીયાઆગરીયાના જ વતની હોય અને બંને મૃતદેહો આહિરો તેના જ સગા હોય તુરંત પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી વિધીવત એગ્રો રોડ કોન્ટ્રાક્ટર અને બંને વાહન ચાલકો ઉપર હાલ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવા કાર્યવાહી આરંભાઇ છે. આ બનાવની સમગ્ર રાજુલા પંથકમાં શોકનું મોજું ફરીવળ્યું છે.

Previous articleદામનગર સહજાનંદ કોલેજનાં વિદ્યાર્થીઓ વિધાનસભાની મુલાકાતે
Next articleવતનપ્રેમી દાતાએ ગામની તમામ આંગણવાડીમાં કિટ વિતરણ કર્યું