મૂળ દામનગર ના દીકરી સાકાર ટ્રસ્ટ મુંબઈના વિશ્વભર અનેકો દેશ નો પ્રવાસ કર્યો છે પણ જે સ્કૂલ માં ભણ્યા જન્મ્યા તે જનની જન્મી ભૂમિ સ્વર્ગ થી પણ મહાન છે માદરે વતન માં શિક્ષણ સંસ્થા ઓ ની મુલાકાત લેતા સુશીલાબેન ભુતા ૭૫ વર્ષ ની વયે પણ માદરે વતન જઈ કઈક કરવા ની ઇચ્છા એ જે શાળા ઓ માં ભણ્યા ત્યાં આવી શેક્ષણિક સસ્થા ઓ માં મદદ કરી દામનગર ગુરૂકુળ ખાતે સુશીલાબેન ભુતા ના પુત્ર મોટીવેશનલ સ્પીકર હિતેન ભુતા એ વિદ્યાર્થી ઓ ઉત્સાહ પ્રેરક સ્પીચ આપી હતી.
સાકાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી પુત્ર હિતેન ભુતા એ શહેર ની ૧૬ આંગણવાડી ઓ માં ત્રણ સો બાળકો ને સ્કૂલકીટ ભેટ કરી શહેર ની તમામ પ્રાથમિક શાળા ઓ ના બાળકો શુદ્ધ પીવા ના પાણી માટે વોટરકુલરો પણ મુકાવ્યા છે વિશ્વ ના ચાલીસ દેશો સાથે સંકળાયેલ ભુતા પરિવારે દામનગર ગુરૂકુળ ખાતે અદ્યતન ટેકનોલોજી અંગે વિદ્યાર્થી ઓ ને સુંદર સમજ આપી હતી આવતા ભવિષ્ય માં કેવી ટેકનોલોજી આવશે તેના ઉપીયોગ અંગે અવગત કર્યા હતા.