ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા રમાડવામાં આવતી શાળાકીય અન્ડર-૧૯ રમતોત્સવમાં ઝોન-૨માં વિદ્યાધીશ વિદ્યાસંકુલની ધો.૧૧-૧૨ આર્ટસની બહેનોની ટીમ ખોખોમાં ચેમ્પીયન બનેલ છે. અને આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ ખોખોની સ્પર્ધામાં રમવા માટે જશે. વિજેતા બહેનોને શાળાના સંચાલક વિદ્યાધીશ ગુજરાતી માધ્યમિક વિભાગના આચાર્ય વિશાલભાઇ ત્રિવેદી તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ.