જિલ્લા કલેકટર અમરેલી તથા પોલીસ અધિક્ષક નિર્લિપ્તરાય રેશનશોપમાં અનાજના વિતરણમાં થતી ગેરરીતી અંગે મળેલ રજુઆત બાબતે અમરેલી જિલ્લાના તાલુકાઓ જેમાં અમરેલી તાલુકા, રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભામાં આશરે ૧૬ જેટલી ટીમો બનાવી પોલીસ તથા રેવન્યુ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન કરી રેશનશોપ ડિલરોની અલગ અલગ ગામોની દુકાનો ઉપર ચેકીંગ હાથ ધરી ગેરરીતી પકડી પાડેલ છે. જે બાબતે વિગતવારની તપાસ જિલ્લા કક્ષાએ કરવાનાં આવેલ અને તપાસના અંતે રાજુલા તાલુકા મામલતદાર એન.એમ.ચૌહાણ દ્વારા છ આરોપીઓ તથા શકદારો વિરૂદ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૫૨/૧૯ ઇપીકો કલમ ૪૦૬, ૪૦૮, ૪૧૮, ૪૧૯, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૭, ૩૪ તથા આધાર એક્ટ ૨૦૧૬ની કલમ ૩૬-૩૭ તથા આઇ.ટી. એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩નો ભંગ કરેલ અંગે કલમ ૭ મુજબનો ગુન્હ રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ ઓપરેશન દરમ્યાન રેશનશોપ ધારકો, હિરાબોક્સ સોફ્ટવેર થકી આધાર વેરીફિકેશનને બાયપાસ કરી અનાજ વિતરણ તથા ખાદ્યતેલનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે સગે વગે કરી અન્ય વેપારીઓને વેચાણ કરેલાનું તથા કાળા બજારમાં વેચાણ કરેલાનું જણાઇ આવેલ છે.
આ કૌભાંડ રાજ્ય વ્યાપી હોવાનું પણ તપાસ દરમ્યાન જણાયેલ છે. તેમજ રાજસ્થાનનાં કોઇ ક્રાઇમ દ્વારા આ બોગસ સોફ્ટવેર પૂરો પાડેલ હોવાનું જણાવેલ છે.
અટક કરાયેલ આરોપીઓ…
અશોકભાઇ કનુભાઇ વાઘેલા રહે.પીઠવાનળ, જિ.અમરેલી, દિનેશભાઇ મગનલાલ રહે.ધારી, ચિરાગભાઇ જીવનભાઇ ગોરખીયા રહે.અમરેલી, શૈલેષભાઇ લાલજીભાઇ સરવૈયા રહે.રાજુલા, નિજારભાઇ રજબભાઇ ચાવડા રહે.ધારી, કમલભાઇ કનુભાઇ નકુમ રહે.રાજુલા.
અટક કરવાના બાકી આરોપીઓ…
એમ.જે.પરમાર, વભદશી, મુ.ટીંબી, પી.વી.પુરોહિત મુ.ટીંબી, હિંમતભાઇ જોગદીયા, મુ.પાટી માણસા, સંચાલક સાઇનાથ સખી મંડળ, જિ.જાળીયા.