શહેરના આંબાચોક સ્થિત મામાના ખાંડણીયા રોડ પર આવેલ નાથાણી સ્ટોર નામની દુકાનના ગત મોડી રાત્રે કોઈ હરામખોરો તાળા તોડી બાળકોના ભાગ પીપરમેન્ટ બિસ્કીટ સહિત રોકડ રકમ મળી કુલ રૂા. રપ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતાં. જો કે આ બનાવ અંગે પણ દુકાન માલિક દ્વારા કોઈ ફરિયાદ ન નોંધાવતા અચરજ ફેલાયું છે.