મળતી વિગત મુજબ જુદી જુદી જગ્યા ઉપર ચોરી કરવાની ટેવ ધરાવતા ની જીણવટ ભરી માહિતી એકઠી કરી અને અગાઉ ચોરીઓ કરનાર ગેંગના સભ્યો ની વોચ ગોઠવી પકડી પાડી ચોરીઓમાં ગયેલ વાહનો, રોકડ રકમ તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ રીકવર કરી અમરેલી જીલ્લા તથા ભાવનગર અને બોટાદ જીલ્લાઓમાં થયેલ દસથી વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે પકડાયેલા તસ્કરો મનોજ ઉર્ફે વિજય બચુભાઇ સાંથળીયા, ઉં.વ.૩૦, રાજુભાઇ ધીરૂભાઇ વેગડ, ઉં.વ.૨૫, ભરત ઉર્ફે ટકલો ઉર્ફે અશોક સાંસાભાઇ ઉર્ફે પાંચાભાઇ સોલંકી, ઉં.વ.૨૫, મહિપત લક્ષ્મણભાઇ સોલંકી, ઉં.વ.૩૯, વિનુભાઇ દેવજીભાઇ પંચાસરા, ઉં.વ.૩૮,ના કબ્જા માંથી સોના ચાંદીના ઘરેણા, કિ.રૂ.૪૦,૦૩૩ રોકડ રકમ રૂ.૫,૦૦૦/- એક સેમસંગ કંપનીનું કાળા કલરનું ૪૦૦-એમએક્સ-૨ મોડલનું ૪૦ ઇંચનું એલસીડી ટીવી કિં.રૂ.૧૦,૦૦૦/-એક જીનીયસ કંપનીનું કાળા કલરનું જી૩૨૧૧ટીડીએલએક્સોડલનું ૩૨ ઇંચનું એલસીડી ટીવી કિં.રૂ.૭,૦૦૦/- એક એચપી કંપનીનું લેપટોપ, માઉસ, ચાર્જર વિ. કિં.રૂ.૧૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૬, કિ.રૂ.૩૫,૫૦૦ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા ડીસમીસ, પક્કડ, છરી, ગુપ્તી હથિયારો કિં.રૂ.૪૫૦/- તેમજ પકડાયેલ વાહનો એક ટાટા વેન્ચુર વાન જેના રજી.નંબર જીજે .૦૮.ઇ.૬૯૯૦ કિં.રૂ.૨,૦૦,૦૦૦/- એક સિલ્વર કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.જીજે-૧૪-એજે ૪૯૫૧ જેના ચેસીસ નંબર એમબીએલએચએ ૧૦સીજીજીએચએચ-૧૪૦૪૮ તથા એન્જીન નંબર એચએ-૧૦ ઈઆરજીએચએચ,૨૫૩૬૬ કિં.રૂ.૨૦,૦૦૦/- એક કાળા કલરનું હીરો હોન્ડા કંપનીનું સીડી-૧૦૦ મો.સા. જેના રજી.નં.જીજે-૧૭-એલ-૪૮૦૦ જેના એન્જીન નંબર ૦૧ૐ૧૩ઈ૦૫૭૧૩ છે,ચેસીસ નંબર ચી શકાય તેમ નથી તે મો.સા. કિં.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ ઝપ્ત કરવા માં આવ્યો છે.