છેડતીના આરોપમાં માર માર્યા બાદ યુવકની ખાનગી હોસ્પિટલમાં મોત

585

અંકલેશ્વરના બાઇન્દ્રા ગામમાં એક કિશોરને કેટલાક ઈસમોએ છોકરી ની છેડતીના આરોપમાં અર્ધ નગ્ન કર્યા બાદ પગ બાંધી ફટકારતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના મામા મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ચારોલી ઝઘડીયામાં મહોમદ ફૈઝ સુલતાન કુરેશી(ઉ.વ.આ.૧૭) પિતાની સાથે જનરલ સ્ટોરમાં કામ કરતો હતો. ૬ મહિના પહેલા તે ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે છેડતીના આરોપમાં ઝઘડો થયો હતો. બાદમાં બાઈન્દ્રાના પાટીયા પાસે તેને ૧૧ જેટલા યુવકોએ આંતરીને માર મારીને કપડા ફાડી નાખ્યાં હતાં. જેથી તેને હાથ, પગ, પાંસળી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અંકલેશ્વર, બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. મોહમદ ફૈઝ ૨૪મીની સાંજે જનરલ સ્ટોરનો સામાન લેવા જતા તેની ઉપર હુમલો કરી હુમલાખોરોએ સ્પોર્ટ બાઇકની પણ તોડફોડ કરી હતી. મોહમદ ફૈઝની હત્યામાં પોલીસ પુત્રોની પણ સંડોવણી હોવાનું પરિવારે જણાવ્યું છે. જોકે હાલ પોલીસે હાલ ૫ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ૩ ને પકડી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોહમદ ફૈઝ ની હત્યામાં હુમલાખોરો ૧૧થી વધુ હોવાનું પરિવાર એ જણાવ્યું છે.

Previous articleછ દિવસની મંદી પર બ્રેક : બાવન પોઇન્ટનો ફરીવાર સુધાર નોંધાયો
Next articleરખડતાં પશુઓની સમસ્યા ઉકેલવા પાલિકાએ તબેલાની યાદી બનાવી