વરસાદ ખેંચાયો છે તેવી સ્થિતિમાં ભુર્ગભ જળ ઉંડા ઉતરી ગયા છે ત્યારે ગાંધીનગર તાલુકામાં પાણીની સમીક્ષા માટે આજે તલાટીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પીવાના પાણીના આયોજન અંગે સમીક્ષા કરવા ઉપરાંત આગામી હર ઘર નલ સે જલના સર્વેની પણ કામગીરી તલાટીઓને સોંપવામાં આવી હતી. આજની બેઠક અંગે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ જણાવ્યું હતું કે ગાંધીનગર તાલુકાના ૭૦ જેટલા તલાટીઓની આજે ખાસ બેઠક રાખવામાં આવી હતી. જેમાં તાલુકામાં પાણીની શું સ્થિતિ છે અને પાણી વિતરણની વ્યવસ્થા સહિતની બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એલઓવી શૌચાલય અને સામુહિક શૌચાલયની કામગીરી અંગે પણ તલાટીઓ પાસે થી અહેવાલ લેવામાં આવ્યો હતો.
Home Gujarat Gandhinagar ગાંધીનગરમાં વરસાદ પાછો ખેંચાતા પીવાના પાણીની અછતઃ જળના તર ઊંડા ઉતરતા લોકોને...