લોકસભામાં હોબાળો : આઝમને સસ્પેન્ડ કરવાની જોરદાર માંગણી

405

લોકસભામાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નિવેદનને લઇને આજે પણ હોબાળો જારી રહ્યો હતો. ભાજપના નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની તથા રવિશંકર પ્રસાદે આઝમ ખાનને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ભાજપની સાથે સાથે અન્ય કેટલાક પક્ષોના સભ્યો દ્વારા પણ આઝમ ખાનના નિવેદનને લઇને વાંધો ઉઠાવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતુ ંકે, તેઓ મહિલાઓના અપમાનનો વિરોધ કરે છે. ચૌધરીએ આ મામલાને સંસદીય સમિતિને મોકલવાની માંગ કરી હતી. આઝમના નિવેદનને લઇને ભારે વિરોધ વચ્ચે લોકસભાના સ્પીકરે કહ્યું હતું કે, તેઓ નેતાઓ સાથે આ વિષય ઉપર વાત કર્યા બાદ કોઇ યોગ્ય નિર્ણય કરશે. સંસદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની હંમેશની જેમ આક્રમક દેખાયા હતા. સ્મૃતિએ કહ્યું હતું કે, તેમની સાત વર્ષની સંસદીય અવધિ દરમિયાન આજ સુધી કોઇ પુરુષે ગૃહમાં આ પ્રકારની હરકત કરી નથી. આ વિષય મહિલાઓનો રહેલો નથી. ગૃહમાં અને અન્ય ગૃહોમાં પણ કેટલાક પુરુષોએ પોતાના સામાજિક, રાજકીય અવધિમાં મહિલાઓના સંરક્ષણને લઇને અવાજો ઉઠાવી છે.

મહિલાઓનું નહીં બલ્કે પુરુષોનું પણ અપમાન છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, લોકસભા કોઇ એવી જગ્યા નથી જ્યાં પુરુષો કોઇ મહિલાઓની આંખમાં જોવા માટે પહોંચે છે. સમગ્ર દેશ જોઈ રહ્યું છે કે, કઇરીતે સંસદમાં અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું. વાતચીતનો વિશેષાધિકાર હોય છે પરંતુ મહિલાઓની સાથે આવું ખરાબ વર્તન કરવામાં આવે તો પોલીસનું સંરક્ષણ માંગવામાં આવે છે અને ચુપચાપ બેસીને મુકદર્શક બની શકીએ નહીં. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે વિરોધ વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે શરમજનક છે. તેમણે ઉમેર્યું હતું કે, રમા વરિષ્ઠ અને અનુભવી નેતા તરીકે છે. અધ્યક્ષની ખુરશી ઉપર રમાદેવી બેઠા હતા. તેમની સામે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે એટલી વાંધાજનક હતી કે, આને લઇને કોઇ નિવેદન કરવાની સ્થિતિમાં નથી. આઝમ ખાને માફી માંગવી જોઇએ અથવા તો તેમને સસ્પેન્ડ કરી દેવા જોઇએ. કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારામને નિવેદનની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, જે શબ્દોનો ઉપયોગ આઝમ ખાને કર્યા છે તેને તેઓ દોહરાવવા માંગતા નથી. સમગ્ર દેશના લોકોએ આ બાબતને નિહાળી છે. આ માત્ર મહિલાઓનું અપમાન નથી બલ્કે એ મહિલાનું પણ અપમાન છે જે સ્પીકરની ભૂમિકામાં છે. મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાનું રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોને આની સાથે એક સાથે આવવાની જરૂર છે. કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ આ ઘટનાનું સમર્થન કરતા નથી પરંતુ જેમની સામે ફરિયાદ છે તે લોકોના પક્ષને પણ સાંભળવાની જરૂર છે. ભાજપના સાંસદોએ જોરદાર ધાંધલ ધમાલ મચાવી હતી. સતત બીજા દિવસે ધાંધલધમાલનો દોર જારી રહ્યો હતો. ત્રિપલ તલાક બિલ ઉપર ચર્ચા વેળા ભારે હોબાળો જુદા જુદા પક્ષોના સભ્યોએ મચાવ્યો હતો.

Previous articleકારગિલ યુદ્ધમાં જીતના ૨૦ વર્ષ પૂર્ણ : જવાનોને શ્રદ્ધાંજલિ
Next articleયેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદ તરીકે ચોથી વખત શપથ લીધા