બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી વસાણી શેરીમાં ભારત દેશ ને આઝાદી મળ્યા બાદ એક પણ વખત રોડ નહી બનતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે.વસાણી શેરી માં હાલ પણ અંગ્રેજો વખતના પથ્થરથી બનાવેલો રોડ તુટેલી હાલતમાં છે વસાણી શેરીમાં ૧૫૦ કરતા વધુ ઘર અને ૭૦૦ લોકોની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આઝાદી ને આટલા વર્ષો વિત્યા છતા પણ આજ સુધી એક પણ વખત રોડ બનાવવામાં આવ્યો નથી.આ વસાણી શેરી ના રોડ ઉપર દેરાવાસી જૈન ઉપાશ્રય,સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,દાઉદી વ્હોરા મસ્જીદ તથા ભવાની માતાજી ના મંદીર રાણાના ગઢમાં પગપાળા જવાનો આ એક માત્ર રસ્તો હોવાથી આ રસ્તે સાધુ ભગવંતો,સ્થાનિક રહીશો સહીત અને લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જે અંગે આજરોજ રાણપુર જૈન સમાજ તથા વસાણી શેરીના રહીશો દ્વારા વસાણી શેરીમાં નવો રોડ બનાવવા આવે અને રોડ ઉપર ઉભરાતા દુર્ગંધ મારતા ગટરના પાણી તાત્કાલિક બંધ કરવામાં તે માટે રાણપુર તાલુકા વિકસ અધિકારી ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.જ્યારે વધુ માં મળતી માહીતી મુજબ પારેખફળી(છત્રીપા)થી કીરીટભાઈ ની દુકાન સુધી નો જે રસ્તો ખોદી નાખવામાં આવતા આ રસ્તે પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે.અને ગટરો પણ તોડી નાંખવામાં આવી છે.ગટરના પાણી રોજે રોજ રસ્તા ઉપર ફળીવળે છે જેના લીધે રાહદારી ને ભારે હાલાકી ભોગવવી પડે છે.જૈન સમાજમાં હાલ ચાતુર્માસ ચાલતો હોવાથી સાધુ,સાધ્વીજી ભગવંત પોતાના માટે ગોચરી(આહાર)લેવા પણ જઈ શકતા નથી જેના લીધે રાણપુર જૈન સમાજમાં સ્થાનિક તંત્ર સામે રોષ ભભુકી ઉઠયો છે.અગાઉ વસાણી શેરી નો રોડ મંજુર થયો હતો પણ કોઈ કારણ સર આ રોડ અટતા તેની તપાસ થવી પણ જરૂરી છે.