રાજકોટ પેરોલ જમ્પના આરોપીને ભાવનગર એલસીબીએ નવસારી જઈને ઝડપી પાડ્યો

913

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હામાં આરોપી હિમતભાઇ ઉર્ફે સુરેશ બચુભાઇ વાઘેલા રહે. દેવલી તા. તળાજા જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં રાજકોટ કોર્ટમાં કેસ ચાલી જતા ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ અને મજકુર આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો  તે દરમ્યાન મજકુર આરોપી એ પેરોલ રજાની માંગણી કરતા તા.૨૦/૦૪/૨૦૧૫ થી દિન-૧૫ ની પેરોલ રજા ઉપર રાજકોટ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી  જેલમાં હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં ભદ્રેશભાઇ પંડયા,  તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી હિમતભાઇ ઉર્ફે સુરેશ બચુભાઇ વાઘેલા રહે. દેવલી તા. તળાજા નવસારી /સુરત તરફ હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો નવસારી જઇ મુજકર પેરોલ રજા ઉપરના સજા પામેલ આરોપી હિમતભાઇ ઉર્ફે સુરેશ બચુભાઇ વાઘેલા રહે. દેવલીવાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

Previous articleદામનગર શહેરમાં ત્રણ સંસ્થા દ્વારા કઢી-ખીચડી પ્રસાદનો પ્રારંભ કરાયો
Next articleમોટી પાણીયાળી પ્રા.શાળામાં બીઓબી દ્વારા રમત-ગમતનાં સાધનો અપાયા