બાબરા તાલુકા ધૂધરાળા ગામ ના ખેડૂતો કુદરતી આફત થી અને વલારડી ગામ ના ખેડૂત માનવ સર્જિત આફત થી હેરાન પરેશાન થતા રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ પત્ર દ્વારા રજુવાત કરી વિપદા માંથી ઉગાર કરવા માંગ કરવા માં આવી છે
તાલુકા ના ઘૂઘરાળા ગામ ની ગડબા તરીકે ઓળખાતા શિમ વિસ્તાર માં તા.૨૨ ના અનરાધાર વરસાદ ના કારણે ખેડૂતો ના ઉભા પાક સહિત ખેતરો નું મોટાભાગે ધોવાણ થવાથી વ્યાપક નુકશાન સાથો સાથ ભારે વરસાદ ના પગલે ત્રણ કિલો મિટર સુધી ના ગાડા માર્ગ રસ્તા નું સમૂળગું ધોવાણ થવા ની સાથો સાથ નજીક ના આવેલી શિમ વિસ્તાર નું પાણી સંગ્રહ કરવા બનાવેલ ચેક ડેમ તૂટી જવાથી રસ્તા માં ગોઠણ બુડ પાણી ભરાયેલા રહેતા હોવાથી માનવ સહિત ખેતઉપયોગી પશુ બળદ સહિત પાલતું પશુ ઓને પાણી માં પગપાળા ચાલવું પડે છે હાલ વરસાદી સીજન માં રસ્તા નું ધોવાણ થતા આજુબાજુ ના ૫૦ જેટલા ખેડૂત ખાતેદારો ની જમીન માં કામ કરી રહેલા ૫૦૦ થી વધુ ખેત શ્રમિક યાતના ભોગવતા હોવાનું અને તાલુકા પંચાયત મારફત તાત્કાલિક રોડ રસ્તા ની મરમત કરાવી આપવા અને નુકશાન થયેલા ખેડૂતો ને વળતર આપવા ખેડૂત અનુભાઈ ઝેબલીયા દ્વારા માંગ કરવા માં આવી છે
જયારે તાલુકા ના વલારડી ગામે રાજ્ય સરકાર દ્વારા પસાર થતી પાણી પુરવઠા સૌની યોજના પાઈપ લાઈન ફીટીંગ અવરોધ રૂપ કામગીરી કરી અને પુરતી ઊંડાઈ નહી કરવા થી ખેડૂતો ના ખેતર માં ટ્રેક્ટર સાતી બળદ ગાડા ચલાવવા મુશ્કેલ હોવાનું જણાવી અને આ પાઈપ પુરતી ઊંડાઈ માં મુકવા માંગ કરી છે અને આવનાર દિવસો માં યોગ્ય કરવા માં નહી આવે તો જમીન લેવલ થી અપૂરતી ઊંડાઈ વાળી અને બહાર દેખાતી પાઈપ ખેડૂતો પોતે બહાર કાઢી મૂકી દેશે જેની ગંભીર નોંધ લેવા સૌની યોજના વિભાગ માં પણ જાણ કરવા માં આવી હોવાનું ખેડૂત આગેવાન ભાજપ અગ્રણી દિપકભાઇ કાવઠીયા દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી જણાવ્યું છે