સરતનાપર પ્રાથમિક શાળામાં વિશ્વ તમર દિવસની ઉજવણી

594

૨૬ જુલાઈ એટલે વિશ્વ આંતરરાષ્ટ્રીય ચેર (તમર)દિનની ઉજવણી દિપસાગર પ્રાથમિક શાળા સરતાનપર મા માહિતી રુપ કાર્યક્રમ દ્વારા ઉજવણી શાળાના ટ્રસ્ટી  તથા શાળાના આચાર્ય સમગ્ર સ્ટાફ અને ધોરણ ૧ થી  ૮ ના બાળકો ને સરતાનપર બીટના વન રક્ષક કે.આર.ગોહીલ દ્વારા ચેર (તમર)ના સરક્ષણ રુપ માહિતી સાથે સમગ્ર ગુજરાતમાં ભાવનગર જીલ્લો ચેર (તમર)વાવેતર મા બીજા નંબરનુ સ્થાન ધરાવે છે. એવી ગૌરવ પૂર્ણ માહિતી આપી ચેર (તમર)હવા, પાણી અને જમીનને શુધ્ધ કરે છે. અન્ય નાના જીવો નુ કુદરતી આશ્રય સ્થાન તથા અન્ય લાકડા સામે વધુ દહન શીલ ઔષધિય ઉપયોગ રુપ માહિતી આપી ભવિષ્યમાં ચેર (તમર)નુ વાવેતર અને સરક્ષણ સરતાનપર ને ઔષધિક હબ તરીકે વિકસાવશે એવી માહિતી આપી હતી.

Previous articleમોટી પાણીયાળી પ્રા.શાળામાં બીઓબી દ્વારા રમત-ગમતનાં સાધનો અપાયા
Next articleબાબરા તાલુકાના ધુધરાળામાં વરસાદથી રસ્તાઓનું ધોવાણ