આજરોજ તા.૨૬ ને શુક્રવારના રોજ શામળદાસ આટ્ર્સ કોલેજ, ભાવનગરમાં કારગીલ યુદ્ધ વિજય દિવસ નિમિત્તે કોલેજનાં ૫૦૦ વિદ્યાર્થી ભાઇઓ-બહેનો સાથે કોલેજના વિવેકાનંદ સભાગૃહમાં ઉજવણી કરી. આ દિવસે નેવી, આર્મી અને એરફોર્સનાં માજી સૈનિકો જેવા કે પી.ઓ.શર્મા, અરવિંદસિંહ ગોહિલ, દશરથસિંહ સરવૈયા, સુરૂભા સરવૈયા, પ્રવિણસિંહ ગોહિલ અને બાબુભાઇ ગોટી તેમજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના એકઝીકાઉન્સીલના સભ્ય અને શામળદાસ આર્ટસ કોલેજના સિનિયર અધ્યાપક ડા.જી.પી.જાડેજા એ હાજરી આપીને વિદ્યાર્થીઓને કારગીલ યુદ્ધ અને વિજય વિશે રસપ્રદ માહિતી આપી હતી. કોલેજનું વાતાવરણ દેશભક્તિ અને દેશપ્રેમથી છલકાઇ ગયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય ડા.કેયુરભાઇ દસાડિયા, માર્ગદર્શન મળ્યું હતું. તેમજ સિનિયર અધ્યાપક ડા.જી.પી.જાડેજા દ્વારા સફળ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને સફળ જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડા.જે.બી.ગોહિલ અને લેફ.સુ.કે.ટી. સુમરાએ કર્યું હતું.