બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ કોઠી વિસ્તારના લોકોને એક વર્ષથી ગટરનું ગંદુ પાણી આવતો હોવાથી મહિલાઓ બનીરણચંડી સરપંચને અને અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિવસ સુધી નિંભર તંત્ર પેટનું પાણી પણ હાલતું નથી હાલ તો ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે.
રાણપુરમા પાણીનો જથ્થો ભરપૂર હોવા છતા રાણપુરના લોકોને ૧૦ થી ૧૨ દિવસે પાણી આપવામા આવે છે. સુખભાદર ડેમમાંથી પાણી પૂરૂ પાડવામા આવે છે આ ડેમમા કેનાલમાંથી ૩૦૦ ક્યુસેક પાણી છોડી ભરવામા આવ્યો છે. ત્યારે છતા રાણપુરના લોકોને ૧૦ થી ૧૨ દિવસે પાણી આપવામા આવે છે અને તે પણ પીવા લાયક આપવામા આવતુ નથી પાણી ડહોળુ હોય કચરાવાળુ હોય છે. રાણપુરમા બનાવેલ વર્ષોથી ૧૮,૦૦,૦૦૦ ના ખર્ચે ફીલ્ટર પ્લાન્ટ બનાવેલ છે પણ ઉદઘાટન બાદ આ ફિલ્ટર પ્લાન્ટ ન ચાલુ કરી સરકારના પૈસા પાણીમા ગયા છે. સુખભાદર ડેમમાંથી આવતુ પાણી ફિલ્ટર કર્યા વગર જ લોકોને પીવા માટે આપતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. આવુ ડહોળુ ગંધાતુ પાણી પીવાથી રાણપુરના કોઠી વિસ્તારના લોકોને છેલ્લા એક વર્ષથી આપવામા આવતા લોકોને કોલેરા, ટાઈફોઈડ અને પાણીજન્ય રોગચાળૉ ફેલાશે તેની બીક લાગી રહી છે. સરકાર ફીલ્ટર પ્લાન્ટ બનાવવા માટે અઢાર લાખનો ખર્ચો કર્યો પણ રાણપુરનુ તંત્ર આ ફીલ્ટર પ્લાન્ટની જાળવણી કરી ઉપયોગ કરી શકતી નથી એ શરમજનક બાબત છે. રાણપુરના તંત્રને પણ પાણી ફીલ્ટર કરવાની મહેનત કરવી પડે તેમા આળસ આવે છે તેવુ લાગી રહ્યુ છે.