ચાર વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામના શખ્સે એક પરણીત મહિલા ઉપર કોળીયાક ગામની સીમમાં ધાવડી માતાના મંદિર પાસે ફરિયાદી ભોગ બનનારની ઇચ્છા વિરૂદ્ધ દુષ્કૃત્ય ગુજાર્યાની જે તે સમયે વરતેજ પોલીસ મથકમાં ઇપીકો કલમ ૩૭૬ સહિતનો ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ શુક્રવારે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્ટ જજ સુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષી વિગેરે ધ્યાને લઇ આરોપી સામે બળાત્કારનો ગુન્હો સાબિત માની આરોપીને સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. આ કેસની જાણવા મળતી વિગતો મુજબ ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતા કુલદિપસિંહ લખુભા ગોહિલ નામના શખ્સે ગત તા.૩૧-૦૫ ના રોજ બપોરના સુમારે કોળીયાક ગામની સીમમાં ધાવડી માતાના મંદિર પાસે આ કામના ફરિયાદી પરણિતા ભોગ બનનારને તેણીની એકલતાનો લાભ લઇ, ડોકેથી પકડી, છરી બતાવી, પછાડી દઇ, ચારીત્ર ભંગ કરવાના ઇરાદે, જાનથી મારી નાખવાની ગુન્હાહીત ધમકી આપી, તેણીની ઇચ્છા અને સંમતિ વિરૂદ્ધ તેણીની સાથે સંભોગ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે ભોગગ્રસ્ત મહિલાએ વરતેજ પોલીસ મથકમાં જે તે સમયે આરોપી કુલદિપસિંહ લખુભા ગોહિલની સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ ૩૭૬, ૫૦૬(૨) મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ શુક્રવારે ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારી અને ફરીયાદ પક્ષે વિથ પ્રોસીક્યુશન ગોપાલસિંહ ગોહિલ સહિતનાની દલીલો, મૌખિક પુરાવા-૧૫, દસ્તાવેજી પુરાવા-૩૨, વિગેરે ધ્યાને લઇ આરોપી કુલદિપસિંહ લખુભા ગોહિલ (રહે.મોરચંદ) સામે ઇપીકો કલમ ૩૭૬ ના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.