વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન ભાવનગર ડીવીઝન દ્વારા રેલ્વેનાં ખાનગીકરણનાં વિરોધમાં ભાવનગર પરા ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં રેલ્વે કર્મચારીઓ બોર્ડ-બેનરો અને સુત્રોચ્ચાર સાથે જોડાયા હતા અને ડી.આર.એમ. કચેરીએ પહોંચીને જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં યુનિયનનાં આગેવાનોએ સંબોધન કર્યું હતું.