અમદાવાદ-મુંદ્રા વિમાની સેવાનો મુખ્યમંત્રી રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

740
guj1822018-11.jpg

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, દેશનો આમ આદમી હવાઇ સફર કરી શકે તે માટે ‘ઉડે દેશકા આમ નાગરિક’ ના ભાવ સાથે ‘ઉડાન’ સેવા શરૂ કરાઇ છે. તેનો મહત્તમ લાભ રાજ્યના નાગરિકોને મળે તેવો રાજ્ય સરકારનો ધ્યેય છે. આ યોજના અંતર્ગત રિજ્યોનલ કનેક્ટીવીટી વધે તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્ય મંત્રીએ આજે અમદાવાદ એરપોર્ટથી ‘અમદાવાદ-મુંદ્રા’ વચ્ચેની પ્રથમ વિમાની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એર ઓડિશાએ ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત આ સેવાનો પ્રારંભ કર્યો છે. એર ઓડીશાએ ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (જી.એસ.ઇ.સી.), મોનાર્ક ગુ્‌પ અને એર ડેક્કનનું સંયુક્ત સાહસ છે.  મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વિમાની પ્રવાસ એ આમ આદમીનું સ્વપ્ન હોય છે. દેશનો આમ નાગરિક સસ્તા દરે હવાઇ પ્રવાસ કરી શકે તે સરકારનો ધ્યેય છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આમ આદમી માટે ‘ઉડે દેશકા આમ નાગરિક’ ના ધ્યેય સાથે ‘ઉડાન’ યોજના અમલી બનાવી છે.   વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સિવિલ એવીએશન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા  વચ્ચે રિજ્યોનલ કનેક્ટીવીટી સ્કીમ માટે ત્રિપક્ષી કરાર થયા છે. આવા કરાર કરનારા રાજ્યો પૈકી ગુજરાત પણ એક છે. રિજ્યોનલ કનેક્ટીવીટી સ્કીમ – ઉડાનમાં દેશના ૧૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસીત પ્રદેશોને લાભ મળી રહ્યો છે. 
આજે એર ઓડીશાએ શરૂ કરેલી અમદાવાદ – મુંદ્રા હવાઇ સેવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરો વચ્ચેની આ સેવાનો લાભ આમ આદમીને પણ મળી શકશે.  ઉડાન’ યોજના અંતર્ગત દેશના ૪૦૦ એરપોર્ટને જોડવાની એક ઝુંબેશ છે. જેમાં ગુજરાતના ૧૦ એરપોર્ટનો સમાવેશ છે ત્યારે આ યોજનાનો મહત્તમ લાભ ગુજરાતને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

Previous articleનપા ચૂંટણી માટે ૬૨ ટકાથી વધુ મતદાન
Next articleપાટણ આત્મવિલોપન મામલે કડીના ધારાસભ્ય કરશન સોલંકી ઉપર ટપલી દાવ