આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. જેમાં પહેલા જૂથમાં વિરાટ કોહલી તો બીજા જૂથમાં રોહિત શર્મા છે. ગલ્ફ ન્યૂઝ સહિત ઘણા મીડિયા રિપોટ્ર્સમાં કહેવામાં આવ્યુ છે કે વર્લ્ડ કપ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા એક નહોતી. આ સમાચારને એ સમયે વધુ હવા મળી જ્યારે રોહિત શર્મા સાથે જોડાયેલી કંઈક એવી વાતો સામે આવી કે જે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ વચ્ચેના મતભેદો ખુલીને દર્શાવે છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે. રોહિત શર્મા આ પહેલા જ વિરાટ કોહલીને અનફૉલો કરી ચૂક્યા છે. જો કે વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્માને ફૉલો કરી રહ્યા છે.
અનુષ્કા શર્માએ લખ્યુ ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ વાસ્તવમાં અનુષ્કા શર્મા કોઈનુ નામ લીધા વિના પોતાના સ્ટેટસમાં લખ્યુ છે કે, ‘એક બુદ્ધિમાન વ્યક્તિએ કંઈ નથી કહ્યુ. માત્ર સત્ય જ છે જે જૂઠના દેખાડામાં નથી પડતુ.’ પરંતુ અનુષ્કા શર્માના આ સ્ટેટસને રોહિત શર્મા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તેણે આના દ્વારા રોહિત શર્માને જવાબ આપ્યો છે. હવે જોવાનુ એ છે કે જૂથબાજી અહી સુધી સીમિત રહી જાય છે કે પછી આગળ પણ વાર-પલટવાર જોવા મળશે.